અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય સંસ્થા ક્રિભકોમાં ડેલીગેટ તરીકે અશ્વિનભાઈ સાવલીયા જવાબદારી સંભાળશે.સહકારી જગતની સંસ્થા એટલે કે ક્રિભકો(ક્રિષક ભારતી કો-ઓપેરટિવ)માં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાની ડેલીગેટ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિવિધ સહકારી, સમાજિક સંસ્થાઓમાં મહત્વની જવાબદારી નિભાવનાર અશ્વિનભાઈ સાવલીયાની ક્રિભકોમાં ડેલીગેટ તરીકે વરણી થતા તેમના પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.