(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, ખ્રિસ્તી સમુદાયના નન્સ તથા પાદરીઓ કે જેઓ શાળામાં અભ્યાસ કરાવતા હોય તો તેઓનો પગાર આવકવેરાને પાત્ર છે અને શૈક્ષણિક સંસ્થાઓએ તેમના પગારની ચૂકવણી સમયે આવકવેરો કપાત કરવાનો રહેશે. સરકાર દ્વારા ગ્રાન્ટેડ ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલના શિક્ષકો પણ તેમાં આવકવેરા પાછળ વ્યકિતઓની યાદીમાં આવે છે અને તેમણે તેમાં નન્સ અને પાદરીઓનો પણ સમાવેશ થાય છે.તામિલનાડુ અને કેરાળામાં કામ કરતી ગ્રાન્ટેડ ક્રિશ્ચિયન મિશનરી શાળાઓના ૧૦૦ જેટલા ટ્રસ્ટો મારફત જે સંસ્થાઓ ચલાવવામાં આવે છે તેમાં નન્સ અને પાદરીઓ શિક્ષક તરીકે કામ કરતાં હોય છે અને તેઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે કામ કરતા હોય તો પણ તેમને જે પગાર ચુકવાય છે તે કરપાત્ર છે.સુપ્રિમ કોર્ટના નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની ખંડપીઠે ગઇકાલે આ આખરી ચુકાદો આપ્યો હતો. આ સંસ્થાઓ વતી દલીલ થઇ હતી તે નન્સ અને પાદરીઓને પગાર ચુકવવામાં આવે છે તે તેઓ વ્યકિત રીતે લેતા નથી પરંતુ તે રકમ જે-તે ટ્રસ્ટને મળે છે જે આ સમૂદાયના છત્ર હેઠળ રહેતા હોય છે અને તેમને અકસ્માત સમયે પણ કોઇ રકમ ચુકવાય છે તો તે વળતર પણ ટ્રસ્ટમાં જમા થાય છે.નન્સ કે પાદરીઓને સગા-સંબંધીઓને મળતું નથી. અને તેમના પગારની એક રકમ શાળાઓના સંચાલનમાં વાપરવામાં આવે છે જા કે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે સંચાલકો જ્યારે પગાર તરીકે રકમ ચુકવતા હોય ત્યારે તે કરપાત્ર બને છે.