પીએમ નરેન્દ્ર મોદીએ ફરી ક્રિપ્ટોકરન્સી અને સોશિયલ મીડિયાને લઈને વૈશ્વિકક નિયમ બનાવવાની માંગ કરી છે. પીએમે કહ્યું કે ટેક્નોલોજીની આ બન્ને કલમોને રેગ્યુલાઈઝ ન કરવામાં આવી તો આ લોકતંત્ર પર સંકટ વધી જશે.અમેરિકન રાષ્ટ્રપતિ જા બાયડન તરફથી ઓનલાઈન આયોજિત થયેલા ડેમોક્રેસી સમિટમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે લોકતંત્રનો અર્થ જનતાની સાથે અને જનતામાં નિહિત છે. તેમણે કહ્યું કે બહું દળીય ચૂંટણી, સ્વતંત્ર ન્યાયપાલિકા અને સ્વતંત્ર મીડિયા જેવા સંરચનાત્મક વિશેષતાઓ કોઈ પણ લોકતંત્રમાં મહત્વપૂર્ણ તત્વ છે. તેમણે કહ્યું જા કે લોકતંત્રની મૌલિક શક્તિ અમારા નાગરિકો અને સમાજમાં નિહિત ભાવના અને લોકાચાર છે.
પીએમ મોદીએ વર્ચ્યૂઅલ સંમેલનને સંબોધિત કરતા સોશિયલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે વૈશ્વિકક નિયમ બનાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે અમે સોશિયલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી જેમ ઉતરતી ટેક્નોલોજી માટે સંયુક્ત રુપથી વૈશ્વિકક નિયમ બનાવવા જાઈએ. જેથી તેનો ઉપયોગ લોકતંત્રને મજબૂત કરવા માટે થાય, નહીં કે નબળી કરવા માટેય
ગત ત્રણ અઠવાડિયામાં આ બીજી વાર છે જ્યારે મોદીએ રેગ્યુલેશન કરવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. તેમણે ૧૮ નવેમ્બરે સિડની ડાયલોગમાં પોતાના વર્ચ્યૂઅલ સંબોધનમાં લોકતાંત્રિક રાષ્ટ્રોથી આ સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરવા અપિલ કરી છે કે ક્રિપ્ટોકરન્સી ખોટા લોકોના નિયંત્રણમાં ન જાય.
પીએમ મોદીએ કહ્યું કે આ તમામ વિસ્તારોમાં અભૂતપૂર્વ સામાજિક આર્થિક સમાવેશની એક ગાથા છે. આ અકલ્પનીય સ્તર પર સ્વાસ્થ્ય, શિક્ષા અને માનવ કલ્યાણમાં નિરંતર પ્રગતિની ગાથા છે. ભારતની ગાથા વિશ્વને એક સ્પષ્ટ સંદેશ છે. લોકતંત્ર સફળ થઈ શકે છે. લોકતંત્ર સફળ રહ્યું છે અને લોકતંત્ર સફળતાપૂર્વક કામ કરે છે. પીએમએ કહ્યું કે ભારત આ સારા પ્રયાસ માટે અન્ય લોકતંત્રોની સાથે હાથ મેળવવા તૈયાર છે. તેમણે કહ્યું કે વિશ્વના વિભિન્ન ભાગોમાં લોકતાંત્રિક વિકાસ માટે અલગ અલગ રસ્તા પર ચાલી રહ્યા છે અને એક બીજા પાસેથી ઘણુ શીખવાની જરુર છે.