બાંગ્લાદેશ સરકારે તેના ખેલાડીઓની સલામતી અંગે ચિંતા દર્શાવીને  ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે તેની ટીમને ભારતમાં મોકલવાનો ઇનકાર કર્યો હતો. હવે, તેમના બેવડા ધોરણોનો પર્દાફાશ થયો છે. ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સરકારે જે રીતે વિશ્વભરમાં તેની ક્રિકેટ ટીમને બદનામ કરી તે પછી, આ નિર્ણય ભવિષ્યમાં તેમના પર વિશ્વાસ કરવાનું અત્યંત મુશ્કેલ બનાવશે. એશિયન એર ગન ચેંપયન શિપ ૨

ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં યોજાવાની છે, જેમાં ૧૭ દેશોના શૂટર્સ ભાગ લેશે, અને બાંગ્લાદેશ એવા દેશોમાંનો એક છે જેણે તેના શૂટર્સ મોકલવાનો નિર્ણય લીધો છે.

૨ ફેબ્રુઆરીથી ડા. કરણી સિંહ રેન્જ ખાતે યોજાનારી એશિયન એર ગન ચેંપયનશિપમાં ૧૭ દેશોના કુલ ૩૦૦ શૂટર્સ ભાગ લેશે. અહેવાલ મુજબ, ૨૧ વર્ષીય મહિલા શૂટર આરેફિન શાયરા અને ૨૬ વર્ષીય ઓલિમ્પ્યમરૂબિલ ઇસ્લામ સહિત બે બાંગ્લાદેશી શૂટર્સ આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશી શૂટિંગ ટીમ સાથે ભારત જશે. બંને બાંગ્લાદેશી શૂટર્સ ૧૦-મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લેશે. શૂટર્સ મોકલવાના નિર્ણય અંગે, બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું કે ભારતમાં બંને શૂટર્સ માટે કોઈ ખતરો નથી કારણ કે આ ઇવેન્ટ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. આ નિવેદનથી બાંગ્લાદેશ સરકારની બેવડી વૃત્તિ સ્પષ્ટપણે છતી થાય છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારત મોકલવાની જીદ બાદ, તેમને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.આઇસીસી એ તેમની જગ્યાએ સ્કોટિશ ટીમને લીધી, જે હવે ૭ ફેબ્રુઆરીથી શરૂ થનારી આગામી મેગા ઇવેન્ટમાં ગ્રુપ સી નો ભાગ હશે. આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે છેલ્લા કેટલાક સમયથી તૈયારી કરી રહેલા બાંગ્લાદેશી ખેલાડીઓ ખાસ કરીને વર્લ્ડ કપમાંથી તેમની ગેરહાજરીથી નિરાશ થયા હતા.