ટીમ ઈન્ડીયાના પૂર્વ ખેલાડી અને કર્ણાટક રણજી ક્રિકેટર ડેવિડ જાહ્ન્‌સને એક ખાનગી એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેવિડ જાહ્ન્‌સને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી.
માહિતી મળતાં જ કોથનૂર પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી. તેમના મૃતદેહને ક્રિસેન્ટ હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો છે. ડેવિડ જાનસનનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૭૧એ થયો હતો. જાહ્ન્‌સને પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત ઝડપી બોલર તરીકે કરી હતી.
ટીમ ઈન્ડીયા તરફથી તેમણે ૧૯૯૬માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું જ્યાં તેમણે બે ટેસ્ટ મેચ રમી. પોતાની આશાજનક શરૂઆત અને ઉલ્લેખનીય ગતિ છતાં તેમને નિરંતરતા અને ફિટનેસની સાથે સંઘર્ષ કરવો પડ્યો, જેનાથી આંતરરાષ્ટિય સ્તરે તેમના અવસર સીમિત થઈ ગયાં.
ડેવિડ જાહ્ન્‌સને કર્ણાટક માટે ઘરેલૂ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું જ્યાં તેમને વધુ સફળતા મળી અને તેમણે પોતાની ટીમને બોલિંગમાં મજબૂતી આપી. ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યાં બાદ તે યુવા ક્રિકેટરોને કોચિંગ અને સલાહ આપતાં રહેતાં હતાં.