જાન્યુઆરીમાં તેમની ટીમ ત્રણ મેચની ટી ૨૦ આંતરરાષ્ટ્રીયય શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરે તે પહેલાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું એક પ્રતિનિધિમંડળ લાહોરમાં છે. પ્રતિનિધિમંડળમાં એક સ્વતંત્ર સુરક્ષા સલાહકાર અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક અધિકારીનો સમાવેશ થાય છે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ બેટ્‌સમેન હૈદર અલી પર લાદવામાં આવેલ કામચલાઉ સસ્પેન્શન હટાવી લીધું છે, જેણે સપ્ટેમ્બરમાં માન્ચેસ્ટરમાં બળાત્કારના આરોપોમાંથી મુક્ત થયા પછી કોઈપણ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી.ઓસ્ટ્રેલિયા આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે અને બે તબક્કામાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે. પ્રથમ તબક્કામાં જાન્યુઆરીમાં ત્રણ મેચની ્‌૨૦ શ્રેણીનો સમાવેશ થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ હજુ સુધી આ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું નથી, પરંતુ એવું લાગે છે કે ત્રણેય મેચ લાહોરમાં રમાશે. પ્રતિનિધિમંડળના પ્રવાસ કાર્યક્રમમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને ઓસ્ટ્રેલિયન ટીમ જ્યાં રોકાશે તે હોટેલની મુલાકાતનો સમાવેશ થાય છે. તેઓ પીસીબી અધિકારીઓ અને સરકાર અને સુરક્ષા પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે.ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે માર્ચમાં ત્રણ મેચની વનડે શ્રેણી માટે ફરીથી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. એવી અટકળો છે કે વનડે શ્રેણી મુલતવી રાખવામાં આવી શકે છે અને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ પહેલા યોજાઈ શકે છે.પીસીબીએ પુષ્ટિ કરી કે અલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવેલા નવ પાકિસ્તાની ખેલાડીઓમાં સામેલ છે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ખેલાડીઓને ૨૩ જાન્યુઆરી સુધી ટુર્નામેન્ટમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે. પાકિસ્તાન માટે ૩૫ ટી૨૦ આંતરરાષ્ટ્રીયય અને ત્રણ વનડે રમનાર અલી પાકિસ્તાન શાહીન (પાકિસ્તાન એ) ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસ પર હતો ત્યારે બ્રિટિશ મૂળની એક પાકિસ્તાની મહિલાએ માન્ચેસ્ટર પોલીસમાં તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.પીસીબીએ તપાસના પરિણામ સુધી અલીને સસ્પેન્ડ કરી દીધો હતો. માન્ચેસ્ટર પોલીસે ૨૫ સપ્ટેમ્બરે કેસ બંધ કરી દીધો હતો, એમ કહીને કે તેમને કોર્ટમાં કેસ ચલાવવા અથવા ક્રિકેટરની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી.પીસીબીએ મોહમ્મદ નવાઝ, અબરાર અહેમદ, સાહિબજાદા ફરહાન, ફહીમ અશરફ, હુસૈન તલત, ખ્વાજા નાફે અને એહસાનુલ્લાહને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા માટે એનઓસી પણ જારી કર્યા છે. ટીમમાંથી બહાર રહેલા બેટ્‌સમેન ઉમર અકમલને એનઓસી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. અકમલે બોર્ડ પાસેથી સ્પષ્ટતા માંગી છે.