વર્ષ ૨૦૨૧માં ઓછી જોણીતી ટીમોમાંથી ઘણા બધા ક્રિકેટરોનું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. ટોચની અને બહુ ચર્ચિત ટીમો પોતાના ટેસ્ટ મેચો અથવા ટી ૨૦ રમવામાં વ્યસ્ત હતી, જેને કારણે નાના ટીમના ખેલાડીઓ પર લોકોનું ધ્યાન ગયું છે. ટેસ્ટ મેચ હાલમાં ચાલી રહેલી વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સાયકલ ૨૦૨૧-૨૩નો ભાગ છે. વર્ષ ૨૦૨૧માં ઓછી જોણીતી ટીમોના ખેલાડીઓના સારા પ્રદર્શનને કારણે તેમને લોકો ઓળખતા થયા છે. આ ખેલાડીઓએ વનડે ફોર્મેટમાં તેમની ટીમો માટે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તે નોંધનીય હતું અને લોકોએ તેમની નોંધ પણ લીધી.
આ વર્ષે બાંગ્લાદેશ માટે મુશકુકુર રહીમ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. નવ વનડેમાં તેણે ૫૮.૧૪ની સરેરાશથી બે અર્ધસદી અને એક સદી સાથે ૪૦૭ રન બનાવ્યા છે. બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝઝ (૩-૦) અને ઝિમ્બાબ્વે જેવી ટીમોને પણ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. તેઓએ શ્રીલંકા સામેની ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી હતી. જો કે ત્રણ મેચની શ્રેણીમાં ન્યુઝીલેન્ડ સામે શરમજનક હાર થઈ હતી. આ તમામ પ્રદર્શનને જોતા જો આઇસીસી વનડે લેયર ઓફ ધ યરનું નામ નક્કી કરે તો રહીમનું નામ ચોક્કસથી લિસ્ટમામ શામેલ થઈ શકે છે.
આયર્લેન્ડની ટીમ ૨૦૦૭ અને ૨૦૧૧ વનડે વર્લ્‌ડ કપમાં અપસેટ આપવા માટે પ્રખ્યાત છે. આ ટીમે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જો કે, આ વર્ષે ટીમ ૧૪માંથી માત્ર ચાર મેચ જીતવામાં સફળ રહી છેODI™k ના અનુભવી ખેલાડી પોલ સ્ટ‹લગએ અત્યાર સુધી ૨૦૨૧માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ૧૪ મેચોમાં તેણે ૫૪.૨૩ની એવરેજથી ત્રણસો રન અને બે અર્ધસદી સાથે કુલ ૭૦૫ રન બનાવ્યા છે. તેની ટીમ સામેŒuý, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ જેવી ટીમો રમી ચૂકી છે.
જેન્નેમન મલાન દક્ષિણ આફ્રિકાની ટીમના એક ઉભરતા સિતારાઓમાંના એક છે. આ વર્ષે તેણે રમેલી આઠ વનડેમાં ૮૪.૮૩ની આશ્ચર્યજનક એવરેજથી તેણે ૫૦૯ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી ૨-૧થી હારી ગઈ, આયર્લેન્ડ સામેની વન-ડે શ્રેણી ૧-૧થી બરાબર થઈ અને ઘરઆંગણે પાકિસ્તાન સામે ૨-૧ના માર્જિનથી હારી હતી. જો કે, આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના શાનદાર પર્ફોર્મન્સથી પોતાની આવડતનું બખૂબી પ્રદર્શન કર્યું છે.
ફખર ઝમાન આધુનિક ક્રિકેટમાં વિસ્ફોટક ઓપનિંગ માટે બેટ્‌સમેનોમાંથી એક છે. ભારતીય ક્રિકેટ ફેન્સ તેને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ની ફાઇનલમાં ભારત વિરુધ્ધ ફટકારેલી સદી માટે તેને ચોક્કસથી યાદ કરે છે. આ સદી બાદ પાકિસ્તાને મેચમાં વિજય મેળવ્યો હતો. આ વર્ષે ફખરે છ મેચ રમી છે અને ૬૦.૮૩ની એવરેજથી ૧૯૩ રનના સર્વોચ્ચ સ્કોર સાથે કુલ ૩૬૫ રન બનાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાની ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ ૨-૧થી જીતી હતી, જોકે ઈંગ્લેન્ડ સામે ૩-૦થી હારી ગઈ હતી.
અનુભવી ખેલાડી મહમુદુલ્લાહે ૪૯.૮૮ ની એવરેજથી ૩૯૯ રન બનાવ્યા છે. મહમુદુલ્લાહ લોવર મીડલ ઓર્ડર બેટ્‌સમેન છે તેથી આ અદ્ભુત સ્કોર કરી શકાય છે. તાજેતરમાં જ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ Œu ODI અને ૨૦ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે. તે બાંગ્લાદેશ માટે ટી૨૦ ટીમનો કેપ્ટન પણ છે.