અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માછલીની ઊલટીની હેરાફેરી કરતા ૪ શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે માછલી ઊલટીના જથ્થા સાથે સુરતના આમિર શેખને અમદાવાદથી ઝડપી લીધો હતો. આમિર શેખના મોબાઇલમાં સ્પર્મવ્હેલ માછલીની ઉલટીનો વીડિયો મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે તે દમણના સહાદત અલીને જથ્થો વેચવા આવ્યો હતો.. આરોપી સહાદત અલીએ વચેટિયા મોહમ્મદ હનીફ સાથે વેચાણ માટે સોદો કર્યો હતો. સુરતના ઉસ્માન શેખ નામના શખ્સના ઘરેથી પણ ૨ કિલોથી વધુનો જથ્થો પકડાયો છે.
સ્પર્મવ્હેલ માછલીની ૨.૯૦ કરોડની ઉલ્ટી ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરી છે. વાઇલ્ડ લાઈફ એક્ટ ૧૯૭૨ મુજબ સ્પર્મવ્હેલ માછલીની ઉલ્ટી પર પ્રતિબંધ છે. ક્રાઈમ બ્રાન્ચે સુરતના કુલ ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.