લીલીયા તાલુકાના ક્રાંકચ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો મહિલા અને બાલવિકાસ વિભાગનાં મંત્રી ભાનુબેન બાબરીયાનાં જન્મદિવસ નિમિત્તે યોજાયા હતા. ૈંઝ્રડ્ઢજી ઘટક લીલીયા (મોટા)નાં ક્રાંકચ સેજામાં આયોજિત આ કાર્યક્રમમાં બાળશક્તિ પ્રીમિક્સમાંથી બનાવેલી કેક કાપવામાં આવી હતી, જે આંગણવાડીનાં બાળકોને ખવડાવવામાં આવી હતી. મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશિયન અને અન્ય મેડિકલ સ્ટાફ મેમ્બર્સ દ્વારા એનિમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિશોરીઓને વિભાગ દ્વારા મળતા લાભ, સવલતો અને સેવાઓથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી.