લીલીયા ક્રાંકચ ગામે રહેતા એક યુવકના શર્ટનો કાંઠલો પકડી ગાળો બોલી આધેડને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે અમરશીભાઈ વિરાભાઈ હેલૈયા (ઉ.વ.૫૫)એ જયાબેન ઉગાભાઈ હેલૈયા, ઉગાભાઈ જેઠાભાઈ હેલૈયા, રાહુલભાઈ ઉગાભાઈ હેલૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની વિરૂદ્ધ લીલીયા પોલીસ સ્ટેશનમાં રાહુલભાઈ હેલૈયાએ અરજી કરી હતી. જે અરજીના કામે તેમણે મામલતદાર કચેરીમાં જામીન અરજી કરતાં જામીન ઉપર છુટી જતા આરોપીઓએ મનદુઃખ રાખી શર્ટનો કાંઠલો પકડી ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.