ક્રાંકચ ગામે ભોરીંગડા સીમ વિસ્તારમાંથી એક ખેડૂતની વાડીમાંથી ૨૦ ફૂટ વાયરની ચોરી થઈ હતી. જેને લઈ મનસુખભાઈ ખોડાભાઈ દુધાત (ઉ.વ.૫૮)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, અજાણ્યો ચોર ઇસમ ૧૨/૦૫/૨૪ ના બપોરના બારેક વાગ્યાથી તા.૧૪/૦૫/૨૪ ના સવારના છ વાગ્યા દરમિયાન તેમની વાડીની ઓરડીથી કૂવા સુધીનો ઇલેક્ટ્રીક વાયર(કેબલ) ૨૦ ફુટ ચોરીને લઈ ગયો હતો. જેની આશરે કિં.રૂ.૮૦૦ જાહેર થઈ હતી.
લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.