લીલીયાના ક્રાંકચ ગામે રહેતા એક યુવકનો ધંધો બરાબર ચાલતો નહોતો. જેના કારણે આર્થિક સંકડામણ અનુભવતો હતો. જેને લઈ તેણે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
બનાવ અંગે જીતુભાઇ બાલાભાઇ સોલંકી (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, વિજયભાઇ જીતુભાઇ સોલંકી (ઉ.વ.૨૯) ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો. આ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણ અનુભવતો હતો. જેથી લાગી આવતા તેણે પોતાની મેળે ખડ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેને ઝેરી અસર થતા સારવારમા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.