સાવરકુંડલા અને લીલીયા તાલુકાને જાડતા ક્રાંકચથી કેરાળા રોડનું ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે ખાતમુહૂર્ત કર્યું હતું. આ રસ્તો હાલ ગાડામાર્ગ છે. ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે તેમની ગ્રાન્ટમાંથી રોડનો જાબ નંબર મેળવી રોડ મંજૂર કરાવ્યો હતો. પરંતુ કોરોના કાળના કારણે ટેન્ડર પ્રક્રિયા લંબાતા રોડનું કામ શરૂ થઇ શક્યું નહોતું. આ પ્રશ્ન ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે વિધાનસભામાં ગજવતા રોડનું ટેન્ડર થયું હતું અને આજે રોડ બનાવવા માટે આવેલ એજન્સીને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે તેમના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મધુભાઇ સાવલીયા, હરેશભાઇ જેબલીયા, બાબુભાઇ જાની, મુનાભાઇ દુધાત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.