અમરેલી જિલ્લામાંથી પોલીસે પાંચ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ પકડ્યો હતો. ક્રાંકચ ગામે અવેડા પાસેથી એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં છાકટો બની બકવાસ કરતો અને ૧૫ લીટર પીવાના દેશી દારૂ સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી ૧૦૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય એક મહિલા સહિત અન્ય ત્રણ લોકો પાસેથી ૧૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જાફરાબાદ, ઢુંઢીયા પીપળીયા, નવા માલકનેશ અને રોહિસા ગામેથી એક-એક મળી કુલ ચાર ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.