અમરેલીનાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સામે બોગસ લેટર વાયરલ કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કૃત્યને ધરાઈ હવેલીનાં મુખ્યાજી ધર્મેન્દ્રભાઈ જાષીએ વખોડી કાઢેલ છે. આ ઘટનાથી સમગ્ર વૈષ્ણવ સમાજમાં રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈ વાવડી, જીરા, જીવાપર, ધરાઈ, દેવળીયા, નડાળા, કોટડાપીઠા, હડાળા, વાઘણીયા, બગસરા અને વડીયાનાં વૈષ્ણવોની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ વૈષ્ણવ સમાજે રોષ વ્યકત કર્યો હતો. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સામે થયેલા કાવતરાને લઈ આવી હીન પ્રવૃત્તિઓ કરનારાઓને કડક સજા મળે તે માટે માંગ કરવામાં આવી હતી. તેમ હવેલીનાં મુખ્યાજી ધર્મેન્દ્રભાઈ જાષીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.