ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થતાં તેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને પ્રમોશન આપી રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ નિમણૂકથી સમગ્ર અમરેલી જિલ્લામાં ભાજપમાં ખુશી વ્યાપી હતી. વડીયાના શિવાજી ચોક ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આતશબાજી કરીને ઉજવણી કરાઇ હતી. આ સાથે ઉપસ્થિત તમામ લોકોને પેંડા ખવડાવીને મો મીઠા કરાવ્યા હતા. આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મર, તાલુકા ભાજપ મંત્રી નિલેશ પરમાર, ચેતન દાફડા, લક્ષ્મણભાઈ ભુવા સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા હતા.