ભારતીય રેલવેએ વડિયા રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સુવિધાઓ શરૂ કરી છે, જેનાથી સ્થાનિક મુસાફરો માટે એડવાન્સ બુકિંગ કરવું હવે શક્ય બનશે. પહેલા અહીં એડવાન્સ બુકિંગની સુવિધા ન હોવાના કારણે લાંબા અંતરની મુસાફરી કરતી વખતે પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે, એક માસ પહેલા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના વડિયા સ્થિત લોકદરબાર દરમિયાન, સ્થાનિક પત્રકાર ભીખુભાઈ વોરાએ રેલવે સત્તાવાળાઓ સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. જેના પગલે ભાવનગર ડિવિઝને વડિયા રેલવે સ્ટેશન પર ૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના બુધવારથી એડવાન્સ બુકિંગની સુવિધા શરૂ કરી છે.