જિલ્લા પંચાયત અમરેલીની ૧૫ ટકા વિવિકાધિન ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકીયા માટે નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે. તા.૧૧ના રોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયત સભ્ય શંભુભાઈ મહિડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ. જોષી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.કે. જાટ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









































