અમરેલી જિલ્લાના અમરેલી અને કુંકાવાવ તાલુકાના કુલ ૧૪ ગ્રામ્ય માર્ગો માટે રાજ્ય સરકારે રૂ.૧૨ કરોડ ૯૫ લાખના ખર્ચે સી.સી. રોડના કામોને મંજૂરી આપી છે. આ કામો માટે નાયબ મુખ્ય દંડક તથા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભલામણ કરી હતી. મંજૂર થયેલ કામોમાં પ્રતાપપરા-બાપાયાસ રોડ, ચિતલ-જશવંતગઢ રોડ, કેરિયાનાગસ ગામ, ફતેપુર-ચાંપાથાળ રોડ, સરંભડા, અમરાપુર-ઢોલરવા-કમીગઢ રોડ, દેવગામ-સારીગપુર-બળેલપિપરિયા રોડ, દેવગામ-દડવા-રાંદલ રોડ, નવા ખીજડીયા-મોટા ભંડારીયા રોડ સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ આ મંજૂરી બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.





































