ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના જન્મદિવસની ચલાલાના ભાજપના કાર્યક્તાઓએ ચલાલાની ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને નાસ્તો કરાવી ઉજવણી કરી હતી. આ તકે ઉપસ્થિત ભાજપ કાર્યક્તાઓએ ભારત માતા કી જય.વંદેમાતરમ.ના નારા લગાવ્યા હતા. કૌશિકભાઈ વેકરીયાના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનું આરોગ્ય કાયમ તંદુરસ્તમય રહે લોકસેવા માટે વધુમાં વધુ શકિત પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. આ તકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રકાશભાઇ કારીયા, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ સદસ્ય અશોકભાઈ કાથરોટીયા, વેપારી અગ્રણી કનુભાઇ મારૂ, ઉમેશભાઇ રાજા, અનુસુચિત જાતિના શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ વાળા,વિજયભાઇ વાળા, મનસુખભાઇ રાઠોડ, કિસાન મોરચા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ કાથરોટીયા, બક્ષીપંચ મોરચાના કિશોરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.