સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીઓ હાજર રહેશે

અમરેલી,તા.ર
રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદના ઉત્સવ નિમિત્તે તા.૩ ઓગષ્ટ, ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૯ વાગ્યે અમરેલી સ્થિત ટી.પી. ગાંધી સ્કૂલની સામે આવેલી ખેડાવાળ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવશે. વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, સાહસિક મહિલાઓને સન્માનિત કરવામાં આવશે.કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ
કિશોરભાઈ કાનપરિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ ગીતાબેન ચાવડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.