અમરેલી મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ગુંદી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કૌશિકભાઈ વેકરીયાએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી ગરીબ બાળકો સાથે પોતાના અંતરની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ટ્રસ્ટના મંથનભાઈ જોષી, મૌલીકભાઈ ઉપાધ્યાય, સ્મિત લાખાણી અને એડવોકેટ મહેતાભાઈ હાજર રહ્યાં હતા.