રાજુલા પંથકમાં કૌટુંબિક સંબંધોમાં ઉભી થયેલી શંકા અને મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. . બંનએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ભેરાઈ ગામે જુની પંચાયત પાસે રહેતા હરેશભાઇ લાખાભાઇ મકવાણા (ઉ.વ.૩૯)એ રમેશભાઇ અરજણભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ભત્રીજા ગોપાલભાઇ અવાર નવાર ઘરે આવતા હતા. જેથી તેમણે તેમને ઘરે નહીં આવવાનું જણાવ્યુ હતું. તેઓ ડ્રાઇવિંગનુ કામ કરતા હોવાથી બહાર ગામ જતા હોય ત્યારે આરોપીએ તેમના મીત્ર ગોપાલભાઇને તેઓ કયાં ગયેલનું જણાવ્યું હતું. જે બાબતે તેમણે આરોપીને ઠપકો આપ્યો હતો. જે વાતનુ મન દુઃખ રાખી હાથમા કુહાડી લઇ આવી પહેલો ઘા જમણા પગના ગોઠણની ઉપર સાથળના ભાગે તથા બીજો ઘા ડાબા પગે માર્યો હતો. ઉપરાંત એક ઘા ડાબા હાથની કોણીના ઉપર કુહાડી મારી લોહી કાઢી સામાન્ય ઇજા કરી ડાબા ગાલ ઉપર બે ઝાપટો મારી જેમ ફાવેતેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રમેશભાઇ અરજણભાઇ મકવાણા (ઉ.વ-૩૨) એ હરેશભાઇ લાખાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધોવી હતી. તેમણે કહ્યું કે, હુ ડ્રાઇવિંગનુ કામ કરતો હોય અને મારી પત્નિ તથા બાળકો એકલા ઘરે રહેતા હોય અને આપણો ભત્રીજો ગોપાલ મારા ઘરે આવતો હોય અને મેં ગોપલને ઘરે આવવાની ના પાડીને કહ્યું હતું કે, હું જયારે ઘરે ન હોય તેની જાણ તું ગોપલને કેમ કરે છે તેમ કહેતા તેમણે કહેલ કે મને તે વાતની કોઇ જાણ નથી. તેમ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો આપીને હાથમાં રહેલા કુહાડીનો પાછળનો ભાગનો એક ઘા ડાબા પગના ગોઠણ ઉપર મારતા તેઓ નીચે પડી ગયા હતા. જે બાદ શરીરે ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.