ઈન્ડીયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝનના લીગ તબક્કાની બાકીની ૧૩ મેચો ૧૭ મેથી શરૂ થશે, જેના માટે નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમનો સામનો કરશે. આ સીઝન આરસીબી માટે ખૂબ જ સારી રહી છે, જેમાં તેઓ પ્લેઓફમાં પહોંચવાની ખૂબ નજીક છે.આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ મેચ રમી છે, જેમાંથી તે ૮ મેચ જીતવામાં સફળ રહી છે. તે જ સમયે, કેકેઆર સામેની મેચમાં, વિરાટ કોહલી પાસે બેટથી એક મોટી સિદ્ધિ મેળવવાની તક હશે, જેમાં તે ડેવિડ વોર્નર અને રોહિત શર્માને એકસાથે પાછળ છોડી શકે છે.
વિરાટ કોહલી અત્યાર સુધી આઇપીએલમાં લગભગ બધી જ ટીમો સામે શાનદાર બેટિંગ કરતો જાવા મળ્યો છે, જેમાં તે ચાર ટીમો સામે એક હજારથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. આમાં એક નામ કોલકાતા નાઈટ રાઈડર્સનો સમાવેશ થાય છે. કોહલીએ અત્યાર સુધીમાં આઇપીએલમાં કેકેઆર સામે ૩૫ મેચ રમી છે, જેમાંથી તેને ૩૨ ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી છે અને આમાં તે ૪૦.૮૪ ની સરેરાશથી કુલ ૧૦૨૧ રન બનાવવામાં સફળ રહ્યો છે, જેમાં એક સદી અને સાત અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. જા કોહલી કેકેઆર સામેની આ મેચમાં વધુ ૭૩ રન બનાવવામાં સફળ રહે છે, તો તે આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી જશે. કેકેઆર સામે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે, ડેવિડ વોર્નર ૧૦૯૩ રન બનાવીને પ્રથમ સ્થાને છે, જ્યારે રોહિત શર્મા ૧૦૮૩ રન સાથે બીજા સ્થાને છે.
કેકેઆર સામે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ડેવિડ વોર્નર – ૧૦૯૩ રન
રોહિત શર્મા – ૧૦૮૩ રન
વિરાટ કોહલી – ૧૦૨૧ રન
શિખર ધવન – ૯૦૭ રન
આઇપીએલની વર્તમાન સીઝનમાં વિરાટ કોહલીનું ફોર્મ અત્યાર સુધી શાનદાર રહ્યું છે, જેમાં તેણે ૧૧ મેચમાં ૬૩.૧૩ ની સરેરાશથી ૫૦૫ રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી ૭ અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. કોહલી હાલમાં આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે, અને તેની પાસે ઓરેન્જ કેપ જીતવાની શાનદાર તક છે.