તમન્ના ભાટિયા ફિલ્મો કરતાં અફેર્સ અને અન્ય કારણે વધુ ચર્ચામાં રહી છે. વિજય વર્મા સાથેના બ્રેકઅપ પછી, તમન્ના ભાટિયાના અફેર્સને લઈને ઘણી ચર્ચા થઈ હતી. અભિનેત્રી વિશે એવી અફવાઓ હતી કે તેણીએ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીને ડેટ કરી હતી. પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે તેના લગ્નની અફવાઓ હતી. અભિનેત્રીએ હવે આ અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રીએ પોતાની સુંદરતા, ડાન્સ અને અભિનયથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. લોકો તેના અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક છે. લાંબા સમયથી તેના વિશે એવી અફવાઓ હતી કે તેણીએ વિરાટ કોહલી અને અબ્દુલ રઝાક જેવા ક્રિકેટરોને ડેટ કરી હતી. આ સવાલો અંગે લાંબા સમયથી કોઈને કોઈ કનેક્શન જોડીને ચર્ચાઓ થતી રહેતી હતી, પરંતુ હવે એક્ટ્રેસે આ અંગે સ્પષ્ટતા કરી છે. માત્ર આજે નહીં પરંતુ તમન્ના ભાટિયા ઘણીવાર અફવાઓના

કેન્દ્રમાં રહી છે. તેણે હવે અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી સાથેના તેના કથિત સંબંધો પર તમન્નાએ કહ્યું, ‘મને ખૂબ ખરાબ લાગે છે કારણ કે હું તેમને ફક્ત એક દિવસ મળી હતી. શૂટિંગ પછી હું ક્યારેય વિરાટને મળી નથી. ન તો મેં તેમની સાથે વાત કરી હતી અને ન તો હું તેમને મળી છું.’

તમન્ના અને વિરાટનો એક જાહેરાત શૂટનો ફોટો વાયરલ થયો હતો, જેના કારણે ૨૦૧૦ની શરૂઆતમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે બંને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ જેમ તેમણે કહ્યું હતું, તે ફક્ત એક વ્યાવસાયિક વાતચીત હતી, તેનાથી વધુ કંઈ નહીં.

તમન્ના વિશે બીજી એક અફવા એ છે કે તેણીએ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. બંનેને એક જ્વેલરી સ્ટોરમાં સાથે જોવામાં આવ્યા હતા. તમન્ના હસીને બોલી, “હા, જો ઇન્ટરનેટ પર વિશ્વાસ કરવામાં આવે તો, મેં થોડા સમય માટે અબ્દુલ રઝાક સાથે લગ્ન કર્યા હતા.

તમન્ના ભાટિયાએ હાથ જોડીને કહ્યું, “માફ કરશો, તમારા બે-ત્રણ બાળકો છે. મને ખબર નહોતી કે તમારું જીવન કેવું છે!” તેણે આ અફવાને શરમજનક ગણાવી અને સ્પષ્ટતા કરી કે વાયરલ ફોટો એક જ્વેલરી સ્ટોરના લોન્ચનો છે, જ્યાં બંને એક સંયોગથી હાજર હતા.

તમન્નાએ આગળ કહ્યું, “આ ખૂબ જ વિચિત્ર છે. લોકો ત્યાં જાડાણો બનાવે છે જ્યાં કશું નથી. પરંતુ તમે કંઈ કરી શકતા નથી. સમય લાગે છે, તમે સ્વીકારવાનું શરૂ કરો છો કે તમે કંઈ કરી શકતા નથી. જે કોઈ વિચારવા માંગે છે, તે આ રીતે વિચારશે. તમે બધાને બેસાડીને કંટ્રોલ કરી શકતા નથી.’ તમન્નાએ અફવાઓને કેઝ્યુઅલ અને રમૂજી રીતે લીધી. ‘સ્ત્રી ૨’ના ‘આજ કી રાત..’ ગીતમાં તમન્નાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની સાથે તેનું ગીત પણ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.હિન્દી ઉપરાંત, તમન્નાએ તમિલ અને તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું છે. તેણે ૨૦૦૫ની ફિલ્મ ‘ચાંદ સા રોશન ચેહરા’થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તમન્ના ૨૦૧૫ની ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’થી ખૂબ પ્રખ્યાત થઈ હતી, જેમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.