આરસીબી માટે વિરાટ કોહલીની કેપ્ટનશિપ ૧૧ ઓક્ટોબરે હાર સાથે સમાપ્ત થઈ. આરસીબી ચાહકો અને ફ્રેન્ચાઇઝી કેપ્ટનને વિદાય આપવામાં વ્યસ્ત છે અને ભાવુક માહોલ છે. આ તબક્કામાંથી બહાર આવ્યા બાદ કોહલીને લોકો કેવા કેપ્ટન તરીકે યાદ રાખશે? કોહલીમાં ઘણી ખૂબી હોવા છત્તા કોઈ પણ આ હકીકતને નકારી શકે નહીં કે કેપ્ટન તરીકે આરસીબી સાથે લાંબા સમય સુધી રહ્યાં બાદ પણ તે એક પણ ખિતાબ જીતી શક્યો નથી. કોહલી ભવિષ્યમાં પોતાની કેપ્ટનશીપનું મૂલ્યાંકન કેવી રીતે કરશે તે તેની આત્મકથા વાંચ્યા પછી જ જાણી શકાશે, પરંતુ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોર્નને લાગે છે કે વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એવા કેપ્ટન તરીકે યાદ કરવામાં આવશે જેમાં તે આઇપીએલ ટ્રોફી જીતી શક્યો નથી.
વોર્ને સ્વીકાર્યું કે કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે ઘણું હાંસલ કર્યું છે, પરંતુ આઈપીએલમાં તેની કેપ્ટનશિપ અંગે શંકા છે. વોર્ને ક્રિકબઝને કહ્યું કે, વિરાટ ટેસ્ટ ટીમ અને ટેસ્ટ મેચ ક્રિકેટ સાથે ભારતીય ટીમમાં સુધારો કરી રહ્યો છે, તે અદ્ભુત છે. પ્રમાણિક રીતે કહેવુ પડશે કે તે રાષ્ટ્રોય ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં ઉણો સાબિત થઈ રહ્યો છે. વોર્ને વધુમાં કહ્યું કે, તેને ટોચની પ્રતિભાઓ સાથે કામ કરવાની તક મળી. આરસીબી ટીમ વર્ષોથી બેટિંગમાં જબરદસ્ત રહી છે. આ વર્ષે મેક્સવેલ, હર્ષલ પટેલ અને ચહલની બેટિંગ સાથે સારી બોલિંગ પણ હતી. તેમ છતાં તે કમજાર સાબિત થયા છે.
વોર્નનું નિવેદન બહુ ખોટું નથી, કારણ કે આટલી સારી બેટિંગ છત્તા આરસીબી કેકેઆરને ટક્કર આપી શક્યું નથી. કોહલીને ૨૦૧૩ માં આરસીબી ના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને ૧૪૦ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ૬૬ માં જીત મેળવી હતી. તેના નેતૃત્વમાં આરસીબી ૨૦૧૬ માં ફાઇનલમાં પહોંચી હતી. જો કે વોર્ને કહ્યું કે કોહલીની આઈપીએલ કેપ્ટનશિપ ઘણું બધુ હાંસલ કર્યા વિના અધૂરી રહી. સ્પષ્ટ વાત કરવા બદલ સોશિયલ મીડિયા પર કુખ્યાત રહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન વોર્ને કહ્યું કે, આઇપીએલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે તેની વિરાસત એ હશે કે તે ક્યારેય જીતી શક્યો નથી. ઉચ્ચ સ્તરની રમતનો અર્થ છે લાઇનથી ઉપર ઉઠવું, ટ્રોફી જીતવી છે. ખાસ કરીને જ્યારે તમે વિરાટ કોહલીના સ્તર પર હોવ તો હું ચોક્કસપણે એમ નથી કહેતો કે તે નિષ્ફળ છે, પરંતુ તે પોતાની જાતને આઈપીએલ કેપ્ટનશિપમાં નિષ્ફળતા તરીકે જાશે, કારણ કે તે એવો પ્રેરિત ખેલાડી છે જેના હાથમાં ટ્રોફી નથી.