કોવિશિલ્ડ વેક્સિન સહિત અનેક રસીના સંશોધનમાં ઉલ્લેખનીય કામગીરી બજોવનારા વરિષ્ઠ સંશોધક ડો. સુરેશ જોધવનું ગઇ કાલે પુણેમાં ૭૨ વર્ષની ઉંમરે નિધન થયું હતું.
ડો. જોધવના નામે આજે દુનિયાભરમાં અનેક પેટન્ટ નોંધાયેલી છે. સીરમ ઇન્સ્ટિટ્યુટની કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિન બનાવવામાં પણ ડો. જોધવે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈંડિયાના વડા આદર પુનાવાલાએ સદગતને અંજલી આપતા જણાવ્યું હતું કે સીરમ પરિવાર અને ભારતના રસીનું ઉત્પાદન કરતા ઉદ્યોગે દીપસ્તંભ ગુમાવ્યો છે. ડો. જોધવ ૧૯૭૯માં સીરમ ઇન્સ્ટિટ્યુટમાં જોડાયા હતા. તેમનો કાર્યકાળ માર્ચ ૨૦૨૨ સુધી હતો. પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે ઓક્ટોબરમાં જ તેમણે સ્વેચ્છા નિવૃત્તી લીધી હતી.