કોવિડ વેક્સીન બનાવતી ત્રણ કંપનીઓ, ફાઈઝર, બાયોનટેક અને મોડર્ના, દર સેકન્ડે યુએસ ડોલર૧,૦૦૦ અથવા લગભગ ૭૫ હજાર રૂપિયા કમાઈ રહી છે. એટલે કે, સમૃદ્ધ દેશોને કોવિડની રસી
વેચીને, આ ત્રણ કંપનીઓ દરરોજ ઇં ૯૩.૫ મિલિયન (લગભગ સાત અબજ રૂપિયા) કમાઈ રહી છે.
એક નવા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જ્યારે કંપનીઓ સમૃદ્ધ દેશોને રસી વેચીને અબજા કમાઈ રહી છે, ત્યારે ગરીબ દેશોમાં માત્ર બે ટકા લોકોને જ રસીનો સંપૂર્ણ ડોઝ મળ્યો છે. પીપલ્સ વેક્સીન એલાયન્સ (પીવીએ)એ આ વિશ્લેષણ કર્યું છે પીવીએ અનુસાર, આ વિશ્લેષણ કંપનીઓ દ્વારા જારી કરાયેલા કમાણીના અહેવાલો પર આધારિત છે. વિશ્લેષણ કહે છે કે કંપનીઓને અબજા ડોલરનું સરકારી ભંડોળ પ્રાપ્ત થયું છે, તેમ છતાં તેઓ ગરીબ દેશોની કંપનીઓ સાથે ડ્રગ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી અને અન્ય માહિતી શેર કરવાનો ઇનકાર કરે છે. “આ કરવાથી લાખો જીવન બચાવી શકાયા હોત,
જા કે, અન્ય બે વેક્સિન ઉત્પાદકો એસ્ટ્રાઝેનેકા અને જાન્સન એન્ડ જાન્સનનું વલણ આ ત્રણ કંપનીઓથી અલગ રહ્યું છે.એસ્ટ્રાઝેનેકા અને જાન્સન એન્ડ જાન્સનએ તેમની રસીઓ કોઈ લાભ વિના વેચી છે. જા કે, એવા અહેવાલો છે કે આ કંપનીઓ પણ હવે રસી નફો વિના વેચવાની નીતિ છોડી દેવાનું વિચારી રહી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાના નેતૃત્વમાં સોથી વધુ વિકાસશીલ અને ગરીબ દેશોએ એવી માંગણી ઉઠાવી હતી કે કોવિડ રસીને પેટન્ટના નિયમોમાંથી મુક્તિ આપવી જાઈએ જેથી કરીને તમામ દેશો પોતાની જાતે રસી બનાવી શકે. જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમે આ માંગનો સૌથી વધુ વિરોધ કર્યો હતો.
પીપલ્સ વેક્સીન એલાયન્સ લાંબા સમયથી આ રસીને પેટન્ટ-મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે. આ જાડાણમાં ઓકસફેમ,યુએનએઆઇડીએ અને આફ્રિકન એલાયન્સ સહિત લગભગ ૮૦ સભ્યો છે.
‘અવર વર્લ્‌ડ ઇન ડેર્ટા નામની સંસ્થા અનુસાર, દક્ષિણ અમેરિકામાં માત્ર ૫૫ ટકા લોકોએ કોવિડ રસીનો સંપૂર્ણ ડોઝ લીધો છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓશનિયામાં અડધાથી વધુ લોકોએ સંપૂર્ણ ડોઝ મેળવ્યો છે. એશિયામાં માત્ર ૪૫ ટકા લોકો જ કોવિડ રસીનો સંપૂર્ણ ડોઝ લઈ શક્યા છે, જ્યારે આફ્રિકામાં આ આંકડો માત્ર ૬ ટકા છે.
વર્‌્છડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે હાલમાં વિશ્વના ૯૯.૫ ટકા કોરોના દર્દીઓ ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે.ડબ્લ્યુએચઓએ કહ્યું કે કોરોના વાયરસના આ પ્રકારે અન્ય તમામ પ્રકારોને પાછળ છોડી દીધા છે. દક્ષિણ અમેરિકા એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં ગામા, લેમડા અને મુ વેરિઅન્ટના વધુ કેસ છે.વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે યુરોપ અને મધ્ય એશિયામાં આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં અડધા મિલિયન લોકોના મોત થઈ શકે છે.