રાજુલાના કોવાયા ગામે આવેલી જીપીપીસી કંપનીના કેમ્પસમાંથી કુલ ૧૨૦૦ મીટર વાયરની ચોરી થઈ હતી. આ અંગે ઠાંસા ગામે રહેતા નરેશકુમાર કનુભાઈ ઉકાણી (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યા ચોર ઇસમે કોવાયા ગામે આવેલી જીપીપીસી કંપનીના કેમ્પસમાં ગેરકાયદે પ્રવેશ કરી આશરે ૧૨૦૦ મીટર કેબલની ચોરી કરી હતી.પોલીસ ચોપડે તેની કિંમત ૬૦,૦૦૦ જાહેર થઈ હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી.લક્કડ વધુ તપાસ કરી રહ્યા છે.