રાજુલા નજીક આવેલા સિમેન્ટ કંપનીના સીએસઆર વિભાગ દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્ય અંગે વારંવાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભેરાઈ અને કોવાયામાં કંપની દ્વારા વિશ્વ માસિક દિવસ નિમિત્તે કિશોરીઓનો હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સીએસઆર વિભાગ દ્વારા કોવાયા ગ્રામ પંચાયત ખાતે વિશ્વ માસિક દિન નિમિત્તે કિશોરીઓનો હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોવાયા અને ભેરાઈ પીએચસી તથા આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૯ કિશોરીઓનો હિમોગ્લોબીન ટેસ્ટ કરાયો હતો. આ દરમિયાન ૩૦ ટકા કિશોરીઓ એનેમિયાગ્રસ્ત હતી. જેમને ટેબ્લેટ આપી આરોગ્યની જાળવણી અંગે
ડો.કૃતિકા ઉપાધ્યાય તેમજ પાયલબેને માહિતી આપી હતી.