અમરેલી જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીની સાથે હાર્ટ એટેકના કેસ પણ વધ્યા છે, કોવાયામાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
રવિન્દ્રનાથ માજી (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, ક્રિસુક પોલટુ સુરેશભાઈ (રહે.મહારાષ્ટ્ર) છેલ્લા થોડા સમયથી કોવાયા આવ્યો હતો અને આંટા મારીને જ્યાં મળે ત્યાં ખાઈને સૂઈ જતો હતો.
વચ્છરાજ હોટલની સામે કોવાયા ખાતે હાર્ટ એટેકથી મોત થયું હતું.
મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ હિંમતભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.