(એ.આર.એલ),ગાંધીનગર,તા.૮
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઇ છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઇ રહી છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા માંગણી કરી છે.
રથયાત્રા બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી ગણતરી છે. બોટાદ ખાતે વિસ્તૃત કારોબારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મને મુક્ત કરો તેવી વિનંતી કરી હતી. આ જાતાં આગામી દિવસોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થઈ શકે છે.દરમિયાન, મંત્રીમંડળના વિસ્તરણનો ય ગણગણાટ ચાલી રહ્યો છે. કોનું પત્તુ કપાશે અને કોને મંત્રીપદે તક મળશે તે અંગે રાજકીય અનુમાનો ચાલી રહ્યાં છે ત્યાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં પ્રમોશન આપો તેવી માંગ ઉઠી છે.જાણવા મળ્યું છે કે, જસદણ વિંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છેત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો. દરમિયાન, કુંવરજી બાવળિયાએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધી હતી તે સૂચક ગણાઈ રહી છે. આમ, ભેસ ભાગોળે, છાસ છાગોળેને ઘરમાં ધમાધમ જેવી Âસ્થતી સર્જાઈ છે.હાલમાં જ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજીની હાજરીથી પણ ચર્ચા ઉઠી છે. કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગણી મામલે કુંવરજી બાવળીયાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ પાયાવિહોણી વાત છે. કોઈ હિતેચ્છું આ પ્રકારની વાત કરે તેમાં કોઈનો વાત નથી. આવી વાતો હાઈ કમાન્ડ દ્વારા જ નક્કી થતી હોય છે અને હાઈ કમાન્ડ જ નક્કી કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય મહારાષ્ટÙથી અલગ પડ્યા બાદ અત્યાર સુધી ગુજરાતને ૫ ડેપ્યુટી મુખ્યમંત્રી મળ્યા છે. તેમાં છેલ્લે નીતિન પટેલને આ પદ મળ્યું હતું. નીતિન પટેલા બાદ ઉપમુખ્યમંત્રીનું પદ કોઈને અપાયુ નથી.