રાજુલા ખાતે માતૃશ્રી મીરાબા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોળી સમાજનું છાત્રાલય બનાવવામાં આવનાર છે ત્યારે આજે રાજુલા કોળી સેના દ્વારા તેમાં રૂ. ૧,૧૧,૧૧૧નું આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. જેનો પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ સ્વીકાર કર્યો હતો. આ તકે કોળી સેના પ્રમુખ રણછોડભાઇ મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.