જાફરાબાદ તાલુકાની કોળી કંથારીયા પ્રાથમિક શાળાના એક સાથે ર૮ બાળકોએ જૂનાગઢ ખાતે યોજાયેલ સાત દિવસીય પર્વતારોહણ કાર્યક્રમમાં સફળતાપૂર્વક ભાગ લઇ કપરી તાલીમ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, જાફરાબાદ તાલુકાની આ સૌપ્રથમ એવી શાળા છે કે, જે શાળાના આટલી મોટી સંખ્યામાં બાળકોએ આ કપરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય.
આ કાર્યક્રમમાં કોળી કંથારીયા પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઇ વાળા અને વિશાલકુમાર પાનેરીએ જહેમત ઉઠાવી હતી. જે બદલ ગ્રામજનોએ શાળાના આચાર્ય હરેશભાઇ વાળાને અભિનંદન પાઠવ્યા હતા.