ગુજરાત હાઇકોર્ટમાં ભાવનગરની ૧૯થી ૨૧ વર્ષની ત્રણ યુવતીએ એડવોકેટ સુધાંશુ ઝા મારફત સિંગલ જજના ચુકાદા સામે અપીલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. આ ત્રણ યુવતી મહુવા તાલુકાની રહેવાસી છે, જેમણે સોશિયલ સાયન્સ અને સાઇકોલોજી વિષય સાથે બેચલર ઓફ આટ્‌ર્સમાં એડમિશન લીધું હતું. જોકે એ કોલેજ બંધ થતાં યુવતીઓએ તેમને મહુવાની જ અન્ય કોઈ કોલેજમાં સમાવેશ કરવા માંગ કરી હતી. દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે કોર્ટ મહુવામાં કોર્સ કે ફેકલ્ટી ક્રિએટ કરી શકે નહીં. યુવતીઓને ભણાવશે કોણ? કોલેજ કોર્સ માગે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કોલેજને કેવી રીતે કોર્સ આપી શકે. યુવતીઓએ ઘરની બહાર નીકળીને ઁય્માં રહીને અભ્યાસ કરવો જોઈએ. તમે સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરો છો અને ઘરની બહાર આવવા નથી માગતાં! યુવતીઓ બહાર નીકળશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર સમાજ શું છે! અત્યારે તો તેમના લગ્નની ઉંમર થઈ ચૂકી છે.