અમરેલી શહેરમાં કોમર્સ, આટ્‌ર્સ અને મહિલા કોલેજના સંચાલકો દ્વારા બપોરની શિફ્ટ કરી નખાતા ગામડેથી આવતા વિદ્યાર્થીઓને બસ વહેલી-મોડી થવાના કારણે હાલાકી પડતી હોય, વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઇ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર પાઠવી સવારની શિફ્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જા આગામી થોડા દિવસોમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. સાયન્સ કોલેજનો સમય પણ સવારનો કરવા માંગ કરવામાં આવી છે.