ઝારખંડની કોલસા કંપનીઓથી દેશના અનેક રાજયોમાં કોલસો મોકલવામાં આવે છે પરંતુ કોલસા ઉત્પાદનવાળા રાજયમાં જ વિજળી સંકટ ઉભુ થયું છે.અહીં જમશેદપુરમાં ભીષણ ગરમીમાં લોકોને ૧૫-૧૭ કલાક વિજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે જયારે પાટનગર રાંચીમાં પણ અનેક કલાક સુધી વિજળી ગુલ રહેવા પર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રધુવર દાસે પ્રદેશની સોરેન સરકાર પર નિશાન સાધ્યું છે.તેમણે ઝારખંડ સરકારને અક્ષમ બતાવતા કહ્યું કે સરકારે લોકોનું ધ્યાન રાખ્યું નથી અને પહેલાથી કોઇ યોજના બનાવી નથી.
વિજળીની કમીના વિરોધમાં બિરસાનગરમાં પૂર્વ મુખ્યમંત્રી રધુવરદાસે કહ્યું કે લાંબા સમય સુધી વિજળી ગુલ રહેવાથી ઉદ્યોગ વ્યવસાય હોસ્પિટલ અને પાણીનો પુરવઠો પુરી રીતે પ્રભાવિત થયો છે આવા સમયે જયારે બાળકોની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિજળી કાપના કારણે છાત્રાઓને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.તેમણે કહ્યું કે જમશેદપુરમાં એ સ્થિતિિ છે કે ભીષણ ગરમીને કારણે લોકોનને ૧૫-૧૭ કલાક વિજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યું કે દેશના સૌથી મોટા કોલસા ઉત્પાદક રાજયોમાંથી એક ઝારખંડમાં વિજળી સંકટ ચિંતાજનક વાત છે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે પ્રદેશની હેમંત સોરેન સરકાર અક્ષમ છે અને આ રીતની સ્થિતિનો સામનો કરવા માટે તેની પાસે કોઇ પણ પૂર્વ યોજના ન હતી.
પૂર્વ મુખ્યમંત્રી રધુવરદાસે કહ્યું કે જા ઝામુમોના નેતૃત્વવાળી સરકારે વર્તમાન સ્થિતિનો સામનો કરવા માટે પૂર્વ યોજના બનાવી હોત તો તે ટાટા પાવર,ડીવીસી કે કોઇ અન્ય કંપનીથી વિજળી ખરીદ સમજૂતિ કરતી. દાસે દાવો કર્યો કે ઝારખંડમાં ભાજપની સરકાર હતી ત્યારે પતકાતુ થર્મલ પાવર સ્ટેશન અને એનટીપીસીના અધિકારીઓની સાથે ૪૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પાદનની સમજૂતિ કરવામાં આવી હતી તેમણે કહ્યું કે વર્તમાન પ્રદેશ શાસનની અક્ષમતાને કારણે પરિયોજનાને ચાલુ કરી શકાઇ નથી
દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને તાજેતરમાં કહ્યું હતું કે રાજય વિજળીની માંગને પુરી કરવામાં અસમર્થ છે આ સાથે જ કહ્યું હતું કે તેમની સરકારે ઉર્જા એકસચેંજા દ્વારા ઓપન માર્કેટથી વિજળી ખરીદવા માટે એકસ્ટ્રા બજેટની મંજુરી આપી છે મુખ્યમંત્રી સોરેને કહ્યું હતું કે હાલના દિવસોમાં ભીષણ ગરમીને કારણે દેશના અનેક રાજયોમાં વિજળી સંકટ છે વધુ ભાવો અને રાજયોની વચ્ચે જારી હરીફાઇને કારણે ઓપન માર્કેટથી વિજળી ખરીદવાનું પણ મુશ્કેલ છે.