કોલ ઈન્ડિયા લિમિટેડની ૨૦ બંધ ભૂમિગત ખાણો હવે દેશની મોટી ખાનગી કંપનીઓ ચલાવશે. આ ખાણોને આવકની વહેંચણીના મોડેલ પર ઉત્પાદનમાં લાવવાની રજૂઆત કોલ ઈન્ડિયાએ કરી છે.
બે દિવસ પહેલા મુંબઈમાં એક ઇન્વેસ્ટર્સ મીટમાં આ ઓફર કોલ ઇન્ડીયા તરફથી કરવામાં આવી હતી. આ ખાણોમાં લગભગ ૩૮૦ મીલીયન ટન કોલસો છે. ખાણોમાંથી ૩૦-૪૦ ટન મિલીયન ટન કોલસો સરળતાથી કાઢી શકાય તેમ છે.
આ ઇન્વેસ્ટર્સ મીટમાં ભેલ, હિન્દાલ્કો, અદાણી, જેએસપીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,ટાટા ક્ધસલ્ટીંગ એન્જીનિયર્સ લીમીટેડ, અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ,વેદાંતા અને અન્ય મુખ્ય કંપનીઓના લોકો હાજર હતા. બીસીસીએલની પાંચ બંધ ખાણો ખાનગી કંપનીને ઓફર કરાઈ છે. તેમાં અમલાબાદ,ખરખરટી, મધુબન, લોયાબાદ વગેરે છે.
કોલસા મંત્રીએ ટવીટકર્યું છે કે જે ૨૦ ખાણોને ખાનગી કંપનીઓના સહયોગથી ચલાવવાની તૈયારી છે તેમાં બીસીસીએલ, ડબલ્યુસીએલની પાંચ, ઇસીઇએલની ચાર, સીસીએલની બે તેમજ એસઇસીએલની ચાર ખાણો સામેલ છે. અનેક વીજ એકમોને ફાયદો: સરકારના નવા ઉપાયોથી કુલ ૭.૮૦૦ મેગાવોટનો આયાતીત કોલસા આધારિત વીજળી એકમોને ફાયદો થઇ શકે છે. આથી બંધ પડેલી ટાટા પાવર, અદાણી પાવર અને જેએસડબલ્યુ એનર્જી વગેરેને મોટો લાભ થઇ શકે છે.