મંદિર અને બે મકાનને નિશાન બનાવ્યા
વડીયા, તા.૨
વડીયાના કોલડા ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને જૂના જમાનાના સિક્કા સહિત મંદિરની અંદર રહેલા છત્તર તથા ચાંદીના મુગટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કર્મકાંડી રમેશભાઈ હરીભાઈ જોષી (ઉ.વ.૫૦)એ ત્રણ અજાણ્યા ઇસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમોએ તેમનાં રહેણાંક મકાનનું તાળું તોડી કબાટમાં રાખેલ એલ્યુમિનિયમના ડબ્બામાં રોકડ રૂ.૧,૦૦,૦૦૦, જુના ચાંદીના રાણી વિકટોરીયાના મુદ્રા વાળા ૨૧ રાણી સિક્કા મળી રૂ.૧,૦૨,૧૦૦ની ચોરી કરી હતી. તેમજ તેમના રહેણાંક મકાનની શેરીમાં આવેલ કોલવા ભગતનાં મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરીગર્ભગૃહનાં મુખ્ય તાળાબંધ દરવાજાનો નકુચો તોડી
ગર્ભગૃહની અંદર આવેલ કોલવા ભગતની મૂર્તિ ઉપરના ચાંદીના છત્તર, ચાંદીનો મુગટ, ચાંદીનો હાર સહિત મંદિરમાંથી કુલ રૂ.૧૧૦૦ની રકમની ચોરી કરી હતી. ઉપરાંત પ્લોટ વિસ્તારમાં રહેતા અરજણભાઇ મોહનભાઇ સોરઠીયાનાં બંધ મકાનનાં મુખ્ય ડેલાનાં દરવાજાનું તાળું તોડી ચોરી કરવાની કોશિશ કરી હતી.