કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન મેદાન પર આવતીકાલે આઈપીએલનો પ્રથમ પ્લેઓફ મેચ રમાવાનો છે તે પૂર્વે જ વરસાદી તોફાન સર્જાતા સ્ટેડીયમને ભારે નુકશાન થયું છે. જેને પગલે આવતીકાલનાં મેચ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.
આઈપીએલનો પ્રથમ ક્વોલીફાયર મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે કોલકાતામાં રમાવાનો છે તે પૂર્વે જ પશ્ર્‌ચિમ બંગાળમાં વરસાદી તાંડવ ભારે તારાજી સર્જાઇ છે.
ઇડન ગાર્ડન સ્ટેડીયમને પણ નુકશાન થયું છે. પ્રેસ બોક્સના કાચનો કચ્ચરઘાણ વળી ગયો છે ઉપરાંત અનેક હો‹ડગ પણ ધરાશાયી થયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના વડા સૌરવ ગાંગુલીએ પરિસ્થિતિની સમિક્ષા કરવા ઇડન ગાર્ડનની મુલાકાત લીધી હતી.
વાતાવરણ હજુ ખરાબ જ રહેવાના સંજોગોમાં આવતીકાલનો મેચ રમાવા વિશે શંકા વ્યક્ત થવા લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી આઈપીએલના પ્લેઓફ મેચ શરુ થઇ રહ્યા છે. કાલે પ્રથમ મેચ કોલકાતામાં રમાવાનો છે. જ્યારે સુપર લખનૌ સુપર જોયન્ટસ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેનો બીજો એલીમીનેટર ૨૫મીએ રમાવાનો છે. બંને મેચ કોલકાતામાં જ રમાવાના છે.