કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને લોકો ગુસ્સે છે. દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન કોલકાતા અંધકારની ચાદરમાં લપેટાયેલું દેખાયું. સિટી આૅફ જાયનો પ્રતિષ્ઠિત વિક્ટોરિયા મેમોરિયલ હાલ અને રાજભવન પણ પ્રકાશથી વંચિત રહ્યા.
આરજી કાર મેડીકલ કોલેજ અને હોÂસ્પટલના તબીબ પર ઘાતકી બળાત્કાર અને હત્યાના કેસમાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલામાં તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે જુનિયર ડોકટરોનો વિરોધ વધુ વકર્યો છે.શહેરના નાગરિકોએ અનોખું અને શÂક્તશાળી પ્રદર્શન કર્યું હતું. શહેરના રહેવાસીઓએ રાત્રે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી એક કલાક માટે લાઇટ બંધ કરી દીધી હતી અને મીણબત્તીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. સેંકડો જુનિયર ડોકટરોએ લાલબજાર નજીક એક મીણબત્તી માર્ચ કાઢી હતી, જ્યાં કોલકાતા પોલીસ હેડક્વાર્ટર આવેલું છે, અને પીડિતા માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
બંગાળના ગવર્નર સી.વી. આનંદ બોઝે પણ રાજભવનમાં મીણબત્તી પ્રગટાવીને કહ્યું હતું કે, ‘જ્યારે પ્રકાશનો ડર હોય છે ત્યારે અંધકારને પ્રેમ કરવામાં આવે છે.’ બરાબર ૯ વાગ્યે, વિરોધના ભાગરૂપે, વિક્ટોરિયા મેમોરિયલ અને રાજભવન જેવા મુખ્ય સીમાચિહ્નો, શહેર, ઉપનગરો અને જિલ્લાઓમાં ઘરો અંધકારમાં ડૂબી ગયા હતા. પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં પણ, લોકો મોડી સાંજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરજીકે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પીડિતને ન્યાયની માંગ સાથે ટોર્ચ, મીણબત્તીઓ અને મોબાઈલ ફોનની લાઈટો પણ સળગાવી વિરોધ દર્શાવ્યો હતો.
‘વેસ્ટ બંગાળ જુનિયર ડાક્ટર્સ ફ્રન્ટ’, જેણે વિરોધનું આહ્વાન કર્યું હતું, તેનું નામ ‘લેટ ધેર બી લાઇટ, લેટ ધેર બી ન્યાય’ રાખ્યું હતું. હાઈકોર્ટમાં ૫ સપ્ટેમ્બરે થનારી સુનાવણી પહેલા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધીઓએ માંગ કરી હતી કે કેસનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે જેથી ન્યાયમાં વધુ વિલંબ ન થાય. આ મામલાની સુનાવણી હાલમાં સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા ચાલી રહી છે.
જે પછી સમગ્ર કોલકાતા અંધકારમાં લપેટાયેલું જાવા મળ્યું હતું કારણ કે ગુનેગારોને ન્યાય અપાવવામાં સરકારની નિષ્ફળતા પર વધતી જતી નિરાશાના પ્રતીક તરીકે હજારો લોકોએ રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધી તેમના ઘરોની લાઇટ બંધ કરી દીધી હતી. વિરોધના સમર્થનમાં, સિટી ઓફ જાયના આઇકોનિક વિક્ટોરિયા મેમોરિયલ હોલ અને પશ્ચિમ બંગાળના રાજભવનની લાઇટો પણ બંધ કરવામાં આવી હતી.
રાજભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજ્યપાલે મુખ્ય પ્રધાનને આરજી કાર હોÂસ્પટલની ઘટના પર ગુસ્સે ભરાયેલા બંગાળના લોકોની લાગણીઓને શાંત કરવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે – પર્યાપ્ત છે’૧૪મી ઓગસ્ટની મધ્યરાÂત્રના ‘રીક્લેમ ધ નાઈટ’ ચળવળની યાદ અપાવતા, લોકો ન્યાયની માંગણી માટે બિસ્વા બંગલા ગેટ, શ્યામબજાર, સિંથિર મોડ, સોદેપુર ટ્રાફિક મોડ, હઝરા મોડ, જાદવપુર ૮બી બસ સ્ટેન્ડ, લેક ગાર્ડન અને બેહાલા ખાતે એકઠા થયા હતા. સખાર બજાર જેવા વિવિધ સ્થળોએ ભેગા થયા.
આજે, મહિલાઓની સલામતી અને સ્વતંત્રતાના સંદર્ભમાં રિક્લેમ ધ નાઈટના નામથી વિરોધ કરવા અને રસ્તા પર ઉતરવાનું આંદોલન વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે રિક્લેમ ધ નાઈટ નામનો વિરોધ વિકસિત દેશમાં શરૂ થયો હતો. ધીરે ધીરે આ શબ્દ ચર્ચામાં આવ્યો અને તે મહિલાઓના વિરોધનો મોટો અવાજ બની ગયો.