ભારતીય કેપ્ટન શુભમન ગિલને કોલકાતામાં ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ગરદનની ઇજા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારે, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વુડલેન્ડ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગિલની મુલાકાત લીધી. ભારતને પડકારજનક ઇડન ગાર્ડન્સની પિચ પર ૩૦ રનથી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી મુલાકાતીઓ બે મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ રહ્યા.મેચના બીજા દિવસે બેટિંગ કરતી વખતે ગિલને ઈજા થઈ હતી. ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલાં તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને બીજી ઇનિંગ માટે ઉપલબ્ધ નહોતો, જ્યારે ભારત ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ મેનેજમેન્ટ ગિલની ફિટનેસ પર નજર રાખી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે ચોક્કસ નથી કે તે ૨૨ નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમી શકશે કે નહીં. ભારતીય ટીમ મંગળવારે ગુવાહાટી માટે રવાના થશે.ત્રીજા દિવસે, દક્ષિણ આફ્રિકા તેમની બીજી ઇનિંગમાં ૧૫૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, ૧૨૩ રનની લીડ મેળવીને ભારતને ૧૨૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની બેટિંગ બીજી ઇનિંગમાં વિનાશક રહી હતી, અને ટીમ બીજા સત્રમાં જ ૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની બેટિંગ એટલી નબળી હતી કે છ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્્યા નહીં. ભારતીય બેટ્સમેનોએ સમગ્ર મેચ દરમિયાન સંઘર્ષ કર્યો અને બે સંપૂર્ણ સત્રો સુધી બેટિંગ કરી શક્યા નહીં.આ ટેસ્ટ મેચ જીતવી એ દક્ષિણ આફ્રિકા માટે ખાસ છે. આ મેચ પહેલા, તેઓએ ફેબ્રુઆરી ૨૦૧૦ માં ભારતીય ધરતી પર છેલ્લી વખત ટેસ્ટ મેચ જીતી હતી. તે સમયે, ટીમે ભારતને એક ઇનિંગ્સ અને છ રનથી હરાવ્યું હતું. ત્યારથી, તેઓએ ભારતમાં ભારત સામે આઠ ટેસ્ટ મેચ રમી છે, જેમાં સાત જીતી છે અને એક ડ્રો થઈ છે. જાકે, બાવુમાના નેતૃત્વ હેઠળ, દક્ષિણ આફ્રિકાએ આ જાદુ તોડ્યો અને ૧૫ વર્ષના દુષ્કાળનો અંત લાવવામાં સફળતા મેળવી.










































