સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડાક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધ દરમિયાન ધરપકડ કરાયેલી મહિલાની પોલીસ કસ્ટડીમાં કથિત ત્રાસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવાનો આદેશ આપ્યો હતો . જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે કલકત્તા હાઈકોર્ટના સીબીઆઈ તપાસના આદેશમાં ફેરફાર કરતા આ નિર્ણય લીધો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન એટલે કે સીબીઆઈને મોકલી શકાય નહીં અને આ કેસની તપાસ રાજ્યના વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ દ્વારા રચાયેલી એસઆઈટી દ્વારા કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે રાજ્ય દ્વારા સબમિટ કરાયેલા અધિકારીઓના નામના આધારે એસઆઈટીની રચના કરવામાં આવશે અને તપાસની પ્રગતિનો રિપોર્ટ સાપ્તાહિક ધોરણે હાઈકોર્ટને સુપરત કરવામાં આવશે.
અગાઉ, કોલકત્તા હાઈકોર્ટે સિંગલ જજના આદેશને યથાવત રાખ્યો હતો, જેણે સીબીઆઈને પોલીસ કસ્ટડીમાં મહિલાના કથિત ત્રાસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જા કે, સુપ્રીમ કોર્ટે ૧૧ નવેમ્બરે આદેશ પર સ્ટે મૂક્યો હતો અને રાજ્ય પોલીસ દ્વારા કેસની તપાસ કરવાની મંજૂરી આપી હતી.
કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પાંચ મહિલાઓ સહિત સાત ભારતીય પોલીસ સેવા અધિકારીઓની યાદી રજૂ કરવા કહ્યું, જેમના નામ જીં્‌માં સામેલ કરી શકાય. એસઆઇટી રિપોર્ટ નિયમિતપણે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વિશેષ બેન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે નિર્દેશો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ આદેશ પશ્ચિમ બંગાળ સરકારની અપીલ પર આપ્યો હતો, જેમાં સરકારે કહ્યું હતું કે સીબીઆઈ તપાસ માટે હાઈકોર્ટનો નિર્દેશ ખોટો હતો અને રાજ્ય પોલીસ આ કેસની તપાસ કરવા સક્ષમ છે.