કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને જાણીતા વકીલ પી. ચિદમ્બરમનો કોલકતા હાઈકોર્ટ બહાર વકીલોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વકીલોએ ચિદમ્બરમ વિરુદ્ધ સુત્રોચાર પણ કર્યા હતા.હકીકતમાં ચિદમ્બરમ એક કેસ માટે હાઈકોર્ટમાં હાજર હતા. કોંગ્રેસ સેલના વકીલોએ ચિદમ્બરમ પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવતા “ગો બેક ગો બેક”ના નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ સેલના વકીલો પૈકી એક જણાએ ચિદમ્બરમને મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના દલાલ ગણાવ્યા હતા. તેમનો આરોપ છે કે,
ચિદમ્બરમ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની ભાવનાઓ સાથે રમત રમી રહ્યાં છે. આવા નેતાઓએ જ પાર્ટીને બરબાદ કરી નાંખી છે.
હકીકતમાં પી ચિદમ્બરમ હાઈકોર્ટમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ દાખલ ભ્રષ્ટાચારના એક કેસમાં પૈરવી કરવા પહોંચ્યા હતા. આ અરજી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ દાખલ કરી હતી.
અધીર રંજનનો મમતા પર આરોપ હતો કે, રાજ્ય સરકારે કેવેન્ટર એગ્રો સાથે મળીને મેટ્રો ડેરીના શેર ઘણી ઓછી કિંમતે વેચી માર્યા છે. જે બાદ તેને ઘણી ઊંચી કિંમતે સિંગાપુરની એક કંપનીને વેચી દેવામાં આવ્યા. આ મામલે કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને અરજી દાખલ કરી હતી.
ચિદમ્બરમનો વિરોધ કરનારા વકીલો પૈકી એક કૌસ્તવ બાગચીએ જણાવ્યું કે, પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી એક એવી સંસ્થા તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતા, જેના શેરની ખરીદી અંગે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અધીર ચૌધરી પ્રદેશ અને પાર્ટીના મહ¥વપૂર્ણ નેતાઓમાંના એક છે.
જા કે અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, મેં સાંભળ્યું છે કે, કોલકતા હાઈકોર્ટમાં ઉપસ્થિત કેટલાક કોંગ્રેસ સમર્થકોએ ચિદમ્બરમનો વિરોધ કર્યો હતો. મારું માનવું છે કે, આ એક સ્વાભાવિક પ્રતિક્રિયા હતા. જ્યારે ચિદમ્બરમે કહ્યું કે, ભારત એક સ્વતંત્ર દેશ છે. મારે આ બાબતે કોઈ ટિપ્પણી નથી કરવી.