શ્રીલંકાના કોલંબો ખાતે ૨૪/૧૧/૨૦૨૫ થી ૨૮/૧૧/૨૦૨૫ દરમિયાન ૧૭મી ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ એશિયા અને પેસેફિક (ICA-AP) પ્રાદેશિક સભાનું આયોજન થયું હતું. આ સભાનું શ્રીલંકા રાષ્ટ્રીય સહકારી પરિષદ (NCCSL) સહિત અન્ય સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું હતું. આ મહત્વપૂર્ણ ઇવેન્ટમાં ICA ના અધ્યક્ષ એરિયલ ગુઆર્ક, ICA-AP ના અધ્યક્ષ ડો. ચંદ્રપાલ સિંઘ યાદવ, કૃભકોના અધ્યક્ષ વી. સુધાકર ચૌધરી, અને ઇફકોના એમડી કે.જે. પટેલ જેવા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીએ આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રના આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની ઉપસ્થિતિથી સહકારી ક્ષેત્રમાં ભારતની ભૂમિકા મજબૂત બની છે.