દિલ્હીની એક અદાલતે ભારતમાં આતંકી પ્રવૃતિઓને પરિણામ આપવા માટે કહેવાતી રીતે પાકિસ્તાનથી લગભગ ૮૦ કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરવા સંબંધિત ધનશોઘન મામલામાં હિઝબુલ મુજોહિદ્દીન (એચએમ)ના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન અને અન્યની વિરૂધ્ધ સમન્સ જોરી કર્યું છે.અદાલતે આ આદેશ ઇડી દ્વારા ધનશોધન નિવારણ અધિનિયમ હેઠળ દાખલ આરોપપત્રને ધ્યાનમાં લીધા બાદ આપ્યો છે.
વધારાના સત્ર ન્યાયાધીશ પ્રવીણ સિંહે કહ્યું કે મેં ફરિયાદની સાથે સંલગ્ન દસ્તાવેજ,પુરાવાને પણ જોયા રેકોર્ડ જોયા બાદ હું પીએમએલએની કલમ ત્રણ હેઠળ અપરાધને ધ્યાનમાં રાખી જે પીએમએલએની કલમ ચાર હેઠળ દંડનીય છે આરોપી વ્યક્તિઓને સાત ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બોલાવવામાં આવે અદાલતે સલાહુદ્દીન ઉપરાંત મોહમ્મદ શફી શાહ તાલિબ લાલી,ગુલામ નબી ખાન,ઉમર ફારૂક શેરા,મંજુર અહમદ ડાર,જફર હુસૈન ભટ નઝીર અહમદ ડાર,અબ્દુલ મજીદ સોફી અને મુબારક શાહને પણ બોલાવ્યા છે.
અદાલતે ઇડીના વિશેષ સરકારી વકીલ નીતેશ રાણા દ્વારા આપવામાં દલીલો પર ધ્યાન આપ્યું જેમણે કહ્યું હતું કે તપાસ દરમિયાન વસ્તુ વિનિયમ વ્યાપારમાં સામેલ કેટલીક ભારતીય ફોર્મોને સમન્સ જોરી કરવામાં આવ્યું હતું અને ત્રણ ફર્મોના નિવેદન પણ દાખલ કરવામાં આવ્યા હતાં રાણાએ દલીલ આપી હતી કે હિઝબુલ મુજોહિદ્દીન ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ માટે ૮૦ કરોડ રૂપિયાથી વધુનાં નાણાં પોષણમાં સામેલ હતો.તેમણે અદાલતને જણાવ્યું કે તપાસ દરમિયાન વિવિધ અધિકારીઓથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા અને આરોપીઓના નિવેદન નોંધવામાં આવ્યા ઇડીએ તપાસ દરમિયાન અનેક સંપત્તિઓને પણ જપ્ત કરી છે.