મહારાષ્ટ્રના થાણેની ૨૪ વર્ષીય મહિલાની પાકિસ્તાની વિઝા મેળવવા અને પડોશી દેશમાં મુસાફરી કરવા માટે નકલી દસ્તાવેજા બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, થાણે પોલીસે જણાવ્યું હતું. મહિલાનું નામ સનમ ખાન ઉર્ફે નગમા નૂર મકસૂદ છે. ધરપકડ પર તેણે કહ્યું, ‘મેં ૨૦૧૫માં મારું નામ બદલી નાખ્યું. કોરોનાના સમયમાં એટલે કે ૨૦૨૧માં તે સોશિયલ મીડિયા દ્વારા બશીર અહેમદના સંપર્કમાં આવી હતી, જે હવે તેના પતિ છે. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને અમારા પરિવારજનો વીડિયો અને વોઈસ કોલ દ્વારા એકબીજાના સંપર્કમાં રહ્યા.
આ સાથે મહિલાએ કહ્યું કે, ‘તેણે તેનો પાસપોર્ટ ૨૦૨૩માં બનાવ્યો હતો. વિઝા માટે અરજી કર્યા પછી, તમામ કાયદાકીય દસ્તાવેજાની મંજૂરી પછી, મને વિઝા મળી ગયા. જા તપાસ કરવાની હોય તો સારું…પણ જ્યારે પણ તે ભારત આવે ત્યારે તે પોલીસ સ્ટેશન જઈ શકતી નથી. મહિલાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે કાયદેસરનું કામ કર્યું છે.