રાજુલાના બાલાપરમાં રહેતા જોરૂભાઈ નાજભાઈ મેગળ (ઉ.વ.૩૯)એ કનુભાઈ ધનાભાઈ સતીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ ૨૦૧૫માં તેમના કાકાનું ખૂન કર્યુ હતું. તેઓ સાક્ષીમાં હોવાથી આરોપી વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. આ બાબતનું મનદુઃખ રાખી તેઓ જ્યારે બાબરીયાધાર ગામે ડુંગરની તળેટીમાં આલા બલાડદેવ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે આરોપીએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.વી. સમા વધુ તપાસ કરી રહ્યા છે.