ભારતમાં કોરોના વાયરસના સક્રિય દર્દી હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૭૩૫૦ નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, ૭૯૭૩ રિકવરી થઈ. આ સાથે જ સક્રિય દર્દીઓનો આંકડો ૯૧,૪૫૬ રહી ગયો. આ છેલ્લા ૫૬૧ દિવસોમાં સૌથી ઓછો છે.
વિભાગે એ પણ જણાવ્યુ કે દેશભરમાં કાલના દિવસે કોરોના વાયરસના કારણે ૨૦૨ મોત નોંધવામાં આવ્યા છે. આ સાથે જ સરકારી આંકડામાં અત્યાર સુધી ૪૭૫૬૩૬ લોકોના જીવ જઈ ચૂક્યા છે. વળી, નવા મળતા દર્દીઓની વાત કરીએ તો નવા દર્દીઓ સૌથી વધુ કેરળમાંથી સામે આવી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો સૌથી પહેલો દર્દી મળ્યો હતો. લગભગ ૨ વર્ષ પછી પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ કાલે કેરળ રાજ્યમાંથી કોરોનાના ૨૨૨ નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત ૧૪૩ મોત થયા. અત્યાર સુધી અહીં ૪૨૯૬૭ મોત થઈ ચૂક્યા છે.
દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી ૧,૩૩,૧૭,૮૪,૪૬૨ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના દિવસે ૧૯,૧૦,૯૧૭ ડોઝ આપવામાં આવ્યો. વળી, અત્યાર સુધી કોરોનાથી રિકવર થનાર લોકોનો આંકડો વધીને ૩૪૧૩૦૭૬૮ પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસે ૭૯૭૩ લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હાલમાં દેશનો કોવિડ-રિકવરી રેટ ૯૮.૩૭ ટકા છે. જો કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો ૩.૪૪ કરોડ થઈ ગયો છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.