સોનિયા ગાંધીની તબિયત બગડી ગઈ છે તેઓ કોરોનાથી સંક્રમિત છે અને હજુ સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો. રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે તેમને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઈડીએ ૨૩ જૂને નેશનલ હેરાલ્ડ મામલામાં પૂછપરછ માટે સોનિયા અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા છે. પહેલાં તેમને ૮ જૂને હાજર થવાનું હતું, પરંતુ કોરોનાને કારણે આ તારીખ આગળ વધારી દેવાઈ છે.
સુરજેવાલે કહ્યું કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના સંબંધિત સમસ્યાના કારણે આજે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ તેમની હાલત સ્થિર છે.સોનિયા ગાંધી તાજેતરમાં જ કોરોના સંક્રમિત થયા હતાં ત્યારથી તેઓ ધીરે ધીરે સ્વસ્થ થઇ રહ્યાં હતાં પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે આજે તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.